Powered By Blogger

Sunday, December 26, 2010

"અર્પણ "
 
હું તને શું આપું ?
ફૂલો નો શૃંગાર આપી શકું
પણ ફૂલો રાજા તો "તું " છે 
શબ્દો નો રસથાળ આપી શકું
પણ સરસ્વતી નો સાધક તો "તુ" છે
પ્યાર નો તાજ મહેલ આપી શકું
પણ "પ્રેમ" નું પ્રિતક તો "તુ" છે
કહે હવે 
હું તને શું આપું ?
બસ હવે તો મારી જાન આપી શકું
પણ મારી "જાન" તો "તું તું ને તું " જ છે  

"સાચો પ્રેમ"
 
મારા સુગંધી શ્વાસો ને શ્વાસ થી બાંધવા સાચા પ્રેમ ની ખુશ્બુ જોઈએ
મારી આશાઓ ને સાથ આપવા સાચા પ્રેમ નો હાથ જોઈએ 
મારા શમણાંઓ ને સાકાર કરવા સાચો પ્રેમ નો સંગાથ જોઈએ
મારી આથમતી સંધ્યા ને પ્રકાશ આપવા સાચા પ્રેમ વાળો સાથી જોઈએ
મારી અધુરપ ને પૂર્ણતા આપવા ફક્ત "તારા" સાચા પ્રેમ નો સાથ જોઈએ 
"તારી યાદ "
 
આંખ નો ખટકો થઇ ખટકે છે તારી યાદ 
મન માં જોગણ થઇ ભટકે છે તારી યાદ 
મોર નો ટહુકો થઇ ટહુકે છે તારી યાદ 
આકાશી વીજળી થઇ ચમકે છે તારી યાદ
પાનખર ની હવા થઇ સ્પર્શે છે તારી યાદ
સુના રસ્તા માં રખડે છે તારી યાદ 
ગુલાબ નું ફૂલ થઇ મહેકે છે તારી યાદ 
બાવળ ની શુળ થઇ ભટકે છે તારી યાદ 
હસતા હોઠ થઇ મરકે છે તારી યાદ
આંખ ના આંસુ એ અટકે છે તારી યાદ 
પિરચય 
 
નવરાશ ની પળો ની  એક   યાદ   છો  તમે ,
તન  - મન   બંનેય  રીતે , મારે  મન  જીંદગી  છો  તમે ,
ઉદાસ  રાતો  ની  એક  જ્યોત  છો  તમે ,
નીરસ હારેલા  જીવન  ની  આશા  ને  અરમાન  છો   તમે ,
મારા  જીવન  બાગ  માં  એક  કોમલ  પુષ્પ  છો  તમે , 
પરીચીતો  ની  ઓળખાણ  માં  ના  હોવા  છતાં  હૃદય ની નજદીક  છો  તમે ...
 
"તું અને હું "
 
તું  છે  મારી  પ્રીત  રૂપી  બોરડી  ને  કાંટા  ની  વચચે  હું  િદલ  થી  બોર ,
તું   છે  અષાઢી  હવા  ને  આકાશે  ફેલાયો  હું  વાદળ  ઘન્ગોર ,
જ્યાં  તું  છે એ  ત્યાં  - ત્યાં  હું  છું  ,તું  છે  નજર  ની  આંખલડી 
 ને  હું  છું  આભ  માં  ચમક તો  ચાંદ  , 
પૂનમ  નો  ચાંદ  તું  ને  તું  છે  મારી ..., 
હું  છું  સીંદૂર  ને  તું  મારી  સેંથી , 
હું  તારો  હાથ  છું  ને  તું  મારી  મેહંદી , 
કેરી  થી  ભરપુર  છે  તું  આંબાવાડી ,
ને  હું  છું  એમાં  નાની  કોયલ  નો  કલશોર ...
તું  છે  મારી  પ્રીત  રૂપી  બોર્ડી  ને ..

Friday, December 10, 2010

"મોકલાવું છું "
 
મારા "શૈશવ" ને મારી યાદ મોકલાવું છું 
વ્હેતા આ વાયરા ને સંગ મોકલાવું છું
પાનખર નાં પીળા પાન ખરી પડ્યા ને
આવતા આ વસંત ની લાલાશ મોકલાવું છું 
વરસાદે ભીંજવેલા માટી માંથી ઉઠતી 
આ ભીની - ભીની મહેક મોકલાવું છું
ઢળતી રાતે ચાંદ ની ના સથવારે
રાહ જોતી બધી રાતો મોકલાવું છું
તારી યાદો માં િદવસ - રાત વીત્યા છે
બાકી આ િંજદગી "શૈશવ" તારે નામ જ મોકલી છે 
તારા જ માટે છે આ બધી વફાઓ
મારી દીલ માં ઉઠતી મીઠી ઉર્મીઓ મોકલી છે  

"એ હું નથી "
 
િદવસ ઉગે ને સંતાઈ જાઉં એ િસતારો હું નથી
રાત પડે ને નીનદર માં ડૂબી જાઉં એ િદવાકર હું નથી
િદવસ ઉગે તેજ મારું આછું કરી 
વાદળામાં મુખ સંતાડી દુ એ ચાંદ નથી
ફૂલ ના કરમાવા થી ઉડી જાઉં એ સુવાસ હું નથી 
તારો જ તો માત્ર તારો જ તો આશીક છુ કોઈ બેવફા હું નથી
મારા દીલ નો ગુનેગાર અને હું કેદી હું નથી
શીવાય તારા બીજા કોઈ નો પ્રેમી હું નથી   
 
"શૈશવ"
"પ્રેમ જો મને તારો મળે"
 
ઠોકર મારું હું "કોહીનુર" ને પ્રેમ જો મને તારો મળે
ચાંદ ને પણ િવસરી જાઉં જો મને શીતલ ચાંદની મળે 
પ્રેમ તો એક જ વાર થાય ભલે દુનીયા મારી દુશ્મન બને 
ઝાકળ પણ બને મોતી  જો એમાં તારી તસ્વીર મળે 
એક વાર તારી આંખો માં મને મારી ચાહત મળે 
ઝેર પણ અમૃત લાગે આજે જો મને તારા હાથ થી પીવા મળે 
 
"શૈશવ" 
"રાધીકા ની યાદ માં"
લખું છુ એક કાવ્ય મેં  "રાધીકા ની યાદ માં"
છે એટલું સુંદર "રાધીકા ની યાદ માં"
જોતો રહું ચહેરો તારો િજંદગી  ભર "રાધીકા તારી યાદ માં" 
શોધતો રહું છુ હર પલ આપને આપની યાદ માં
ભીજાય છે તન-મન મારું "રાધીકા ની યાદ માં"
મળશે નહીં તારો સાથ "શૈશવ" ને
ને "શૈશવ" િજંદગી  િવતાવશે  "રાધીકા ની યાદ માં"
"શૈશવ"
"આસ્થા "
 
વાંચી તમે કેટલી યે વાર્તાં અને કથા
છતાયે ન જાણી મારી િદલ ની વ્યથા 
કશી એ નથી ભૂલ છતાં  થઇ ગઈ મારી આ અવસ્થા
 શું તમારે ત્યાં દોસ્તી ની આજ છે પ્રથા ?
તમે ખોટા સમજી ગયા અમને અમસ્તા
ને ફેલાઈ ગઈ આપની આ દોસ્તીમાં અવ્યવસ્થા
વીચારું છુ તમારી દોસ્તી મેળવી પામું હું
ખબર નહિ ક્યારે પૂરી થશે "ધન્યતા" 
ને મારા દીલ ની "આસ્થા"
"તલાશ"

"તમે" લાગ્યા ખાસ એટલેજ આવ્યા ઉર ની પાસ

િંજદગી હતી મારી પાનખર પણ હવે લાગે છે ઉજાશ

કૈંક શોધવા મથું આંખોમાં લાગે મને જયારે
"તમો" ઉદાસ

કેટ કેટલાયે ચેરા મળ્યા હતા રહો
"તમો" જ િદલ ની પાસ

નથી મારો
"સંબંધ " કોઈ તોયે પછી મને કેમ રહે છે "તમારી " તલાશ