Powered By Blogger

Sunday, July 8, 2012

તું જ જોઈએ છે

મારી ઝીન્દગી માં પૂર્ણતા પામવા તારો સહકાર જોઈએ છે

મારી ધડકનો ને ધબકતી રાખવા તારી યાદ જોઈએ છે

મારા પલક ના આંસુ લુછવા તારું સ્મીત જોઈએ છે

મારા અરમાનો ને પુરા કરવા તારો સાથ જોઈએ છે

મારી કિવતાઓ માં પ્રાણ પૂર્વા તારા શબ્દો જોઈએ છે

મારા મૌન ને વાચા આપવા તારો પ્રેમ જોઈએ છે

મારા સ્નેહ ને મેહસૂસ કરવા તારો એહસાસ જોઈએ છે

મારા રસ્તા ને મઝીલ આપવા તારો હાથ જોઈએ છે

મારા જીવન માં નશીબ બનવા તારા હાથ ની લકીર જોઈએ છે

મારા મુખ નું તેજ વધારવા મને ફક્ત્ "તું" જ જોઈએ છે





કાવ્ય 

શા માટે ચાલુ છુ ખબર નથી 
હું મ્ઝીલ થી અજાણી રહી ગઈ છુ 
સમજતી'તી સમાઈ છુ જેનામાં 
એના તો દીલ થી એ પર રહી ગઈ છુ 
સાચું કહું તો આ સત્યની શોધ માં 
ગેર સમજ થી દોરવાઈ ગઈ છુ 
દે છે પોતાના એ હવે જાકારો કે
દર બ દર ભટકતી મેહમાન થઇ ગઈ છુ
નશીબ ના કેવા લેખ ખાવી આવી છુ
કીસ્મત થી હવે હવે તો મોહતાજ થઇ ગઈ છુ  
મંડાય છે સરવાળા ભ્ગકાર  જીવન માં 
સમય પેહલાજ બાદ થઇ ગઈ છુ 
િવ્રહ 

દર્દ નો દ્રીયો નયન માં સમાવી ને હું હસ્તી હતી 
દુિનયા સામે પ્રેમ ના કાંટા કાળજા માં દબાવી ને
પુષ્પ બની ખીલતી હતી  
બે રંગ જી્દગી માં નકલ રંગો ની ચોરી ને ચીતરી લેતી હતી
"છુ" હોશ માં કહી મુખ માં સમાવી શબ્દો
બેસી ખામોશ થઇ ને
પ્રેમ છે તમારો અંશ હૃદય માં  
છુપાવી ને જીવતી હતી તમારા િવ્રહ ને....તમારા વિરહ ને   
ખંડેર 

શહેરો ની માટી ની દીવાલો માં
જીવતી લાગણીઓ ચણાય
જ્યાં જુઓ ત્યા
માનવી ની માણસાઈ હણાય
પ્રેમ ને તો ક્યાંદુર સુંધી નો સંબંધ નહી
જ્યાં રો કરો ત્યાં માનવતા દુભાય
આ શહેરો જીઈવતા ખંડેર બની ગયા કે 
જ્યાં  માનવી માનવી ને હની રહ્યો છે  
ત્યા પ્રેમ નો સમય તો રહેજ ક્યાં થી ?
જ્યાં લાગણીનો માનવી સ્નેહવીભર થઇ ગયો
જુઓ ખંડેર માં
દેહ ના સોદા કોડીઓ ના ભાવે થાય છે   
શી ખબર ?
ઝાંઝવા ના જળ હશે શી ખબર ?
હકીક્ત કે હશે શી ખબર ?
પ્રેમ ની ખબર હશે શી ખબર ?
કંટક કે કમળ હશે શી ખબર ?
મળવાને વીવ્લ હશે શી ખબર ?
સંગ એનો ચંચળ હશે શી ખબર ?
પ્રેમાલાપ માં દલ હશે શી ખબર ?
સીમીત કે સફળ હશે શી ખબર ?
પાલવ માં વળ હશે શી ખબર ?
કઠોર કે કોમલ હશે શી ખબર ?
ઝંખનાનું બળ શે શી ખબર ?
સ્વપ્ન કે ફળ હશે શી ખબર ?