Powered By Blogger

Sunday, December 26, 2010

"અર્પણ "
 
હું તને શું આપું ?
ફૂલો નો શૃંગાર આપી શકું
પણ ફૂલો રાજા તો "તું " છે 
શબ્દો નો રસથાળ આપી શકું
પણ સરસ્વતી નો સાધક તો "તુ" છે
પ્યાર નો તાજ મહેલ આપી શકું
પણ "પ્રેમ" નું પ્રિતક તો "તુ" છે
કહે હવે 
હું તને શું આપું ?
બસ હવે તો મારી જાન આપી શકું
પણ મારી "જાન" તો "તું તું ને તું " જ છે  

"સાચો પ્રેમ"
 
મારા સુગંધી શ્વાસો ને શ્વાસ થી બાંધવા સાચા પ્રેમ ની ખુશ્બુ જોઈએ
મારી આશાઓ ને સાથ આપવા સાચા પ્રેમ નો હાથ જોઈએ 
મારા શમણાંઓ ને સાકાર કરવા સાચો પ્રેમ નો સંગાથ જોઈએ
મારી આથમતી સંધ્યા ને પ્રકાશ આપવા સાચા પ્રેમ વાળો સાથી જોઈએ
મારી અધુરપ ને પૂર્ણતા આપવા ફક્ત "તારા" સાચા પ્રેમ નો સાથ જોઈએ 
"તારી યાદ "
 
આંખ નો ખટકો થઇ ખટકે છે તારી યાદ 
મન માં જોગણ થઇ ભટકે છે તારી યાદ 
મોર નો ટહુકો થઇ ટહુકે છે તારી યાદ 
આકાશી વીજળી થઇ ચમકે છે તારી યાદ
પાનખર ની હવા થઇ સ્પર્શે છે તારી યાદ
સુના રસ્તા માં રખડે છે તારી યાદ 
ગુલાબ નું ફૂલ થઇ મહેકે છે તારી યાદ 
બાવળ ની શુળ થઇ ભટકે છે તારી યાદ 
હસતા હોઠ થઇ મરકે છે તારી યાદ
આંખ ના આંસુ એ અટકે છે તારી યાદ 
પિરચય 
 
નવરાશ ની પળો ની  એક   યાદ   છો  તમે ,
તન  - મન   બંનેય  રીતે , મારે  મન  જીંદગી  છો  તમે ,
ઉદાસ  રાતો  ની  એક  જ્યોત  છો  તમે ,
નીરસ હારેલા  જીવન  ની  આશા  ને  અરમાન  છો   તમે ,
મારા  જીવન  બાગ  માં  એક  કોમલ  પુષ્પ  છો  તમે , 
પરીચીતો  ની  ઓળખાણ  માં  ના  હોવા  છતાં  હૃદય ની નજદીક  છો  તમે ...
 
"તું અને હું "
 
તું  છે  મારી  પ્રીત  રૂપી  બોરડી  ને  કાંટા  ની  વચચે  હું  િદલ  થી  બોર ,
તું   છે  અષાઢી  હવા  ને  આકાશે  ફેલાયો  હું  વાદળ  ઘન્ગોર ,
જ્યાં  તું  છે એ  ત્યાં  - ત્યાં  હું  છું  ,તું  છે  નજર  ની  આંખલડી 
 ને  હું  છું  આભ  માં  ચમક તો  ચાંદ  , 
પૂનમ  નો  ચાંદ  તું  ને  તું  છે  મારી ..., 
હું  છું  સીંદૂર  ને  તું  મારી  સેંથી , 
હું  તારો  હાથ  છું  ને  તું  મારી  મેહંદી , 
કેરી  થી  ભરપુર  છે  તું  આંબાવાડી ,
ને  હું  છું  એમાં  નાની  કોયલ  નો  કલશોર ...
તું  છે  મારી  પ્રીત  રૂપી  બોર્ડી  ને ..