સીધે સીધું સમાચાર પત્ર માંથી
"ચેલા નો િવલાપ"
( રાગ ઓઢણી ઓઢું ને ઉડી જાય )
કસોટી આવે ને ઉજાગરા થાય ...(૨)
ઘર માં ટીવી ચાલે મને િપતાજી બોલે
મને માતા તો ખખડાવી જાય
કસોટી આવે ને ઉજાગરા થાય ...
ચોપડા વાંચું ને બધું ભૂલી જવાય ...
હું તો શબ્દો ગોખું ને
હું તો સાય્નસ ગોખું
પેલું
ગણીત મને નાં સમજાય
કસોટી આવે ને ઉજાગરા થાય ...
લેસન લખું - લખું ને રહી જાય ...(૨)
રોજ રોજ લેસન મળે ને થાકે મારું મનડું
મને ટીચર તો ધમકાવી જાય ...
કસોટી આવે ને ઉજાગરા થાય ...
દાખલા ગણવાના રહી જાય ...(૨)
મને ઊંઘ આવે ને હું વાંચું ક્યારે
પેલી ઘડિયાળ માં ૧૨વાગી જાય
કસોટી આવે ને ઉજાગરા થાય ...
x-x-x-x-x-x-x