Powered By Blogger

Saturday, May 21, 2011

"તમે"
 
પ્રેમ તણાં વીશાળ સાગર છો તમે 
પ્હેલા વરસાદ ની મીઠી સૌરભ છો તમે 
છબી મહી રાધા નું  સૌમ્ય સ્મીત છો તમે  
 ઉગતા સુરજ નું અનુપમ સૌન્દર્ય છો તમે 
ગુલાબ મહી પંખુડીઓ ની નાજુકતા છો તમે 
વેહલી સવાર ના પંખીઓ નું ગુંજન છો તમે 
સપ્ત સુરો ની સુમધુર સુરાવલી છો તમે
લજામણી ની કોમલ લાજકતા છો તમે
શશી ની શીતળતા ની ઝલક છો તમે
સાંજ મહી સાગર  કીનારા ની શોભા છો તમે 
 નીલામ્બર ના વીશાળતા નું નજરાણું છો તમે
મેઘ ધનુષી રંગો નું સુગમ પ્રતીક છો તમે 
શીતલ મંદ સમીર ની લહેર છો તમે
પૂનમ મહી ચાંદ ની તેજસ્વી પ્રતીભા છો તમે 
આભ માં ઉડતા પંખીઓ નું મધુર કલરવ છો તમે
ચાતક મહી વર્ષા ની મીઠી પ્યાસ છો તમે
સદ્ય ખળ-ખળ વેહતી સરીતા છો તમે
પરોઢ ના ખીલતા પુષ્પ ની સુવાસ છો તમે 
િનશા ના ટમ-ટમ તા તારા બની ચાંદની છો તમે 
રૂપ, સુંદરતા નું અપ્રિતમ લાવણ્ય છો તમે 
િદલ માં અવિરત ધક-ધક કરતી ધડકન છો તમે 
રોમે-રોમ માં વેહતા રુધિર નો પ્રવાહ છો તમે 
સપનાઓ માં વસ્તી સ્વપ્ન પરી છો તમે
શૈશવ તણા મન ની રાધીકા છો તમે
પ્રીત ની મનોહર છબી છો તમે 
 કોઈ શાયર ની મધુર કડી છો તમે 
સદગુણ, સુંદરતા સંસ્કારો નો સુરેખ સંગમ છો તમે 
ઈશ્વર નું અપ્રતિમ અલભ્ય દર્શન છો તમે
શીશાવ તણી કલ્પનાની કિવતા છો તમે 
ઈશ્વર બી ફુરસદ ની અદિવતીય રચના છો તમે 
કામણગારું ૮મુ અચરજ છો તમે 


અત્યરે ને અત્યારે 
 
તારા િવના કેમ રેહવું મારે
તું  જો નાં હોય સાથે તો કેમ જીવવું મારે 
હજુ સરીતા માં કેવળ  કદમ રાખ્યા છે
તુજ સહારા વગર કેમ જવું કીનારે
રોજ - રોજ ન સંભવે મીલન તો 
મળતા રેહજો વાર તેહ્વારે
કેહવું છે િદલ ના વહેવાર વીશે કીન્તુ 
કહેવી કેમ કરી આ મન ની વાત મારે 
બસ હવે તો શ્વાસ પણ ન િવતાવી શકું
મળી જાઓ "અત્યારે ને અત્યારે "

પ્રેમ ની સુવાસ
 
"તમે" આવશો એવી કદી આશ છે 
ક્યારની એ આ તો અધુરી પ્યાસ છે  
હજુ સુંધી રાહ જોઈ રહી છું 
વાસ્તિવકતા નથી જાણતી
કલ્પના માં તો હાશ છે
અંતર તો એટલું બધું છે શું કહું  તમને 
તન થી તો દુર મન થી તો પાસ છો 
સુગંધ તો આપના પ્રેમ ની અહીં સુવાસ રૂપે આવે જ છે 
હું જીવું છું ને "તારા થકી" તો શ્વાસ છે 
ભરી દુ પ્રેમ ની એ સુવાસ ને તો....
અસર પણ એની શ્વાસ માં થાય છે
રાહ તો ઘણી જોવડાવી છે  "તમે" 
બસ પ્રયાણ કરું છું એક "તને" જ તો મળવા ની આશ છે


વીલંબ નાં કરીશ
જાણતા હોવા છતાં અજાણતા ભૂલ થાય છે
િદલ મારું તારી યાદ માં મશગુલ થાય છે 
મળશો તમે એવી અપેક્ષા છે િદલ માં
ઋતુ નાં હોવા છતાં અહીં વરસાદ થાય છે
ચાંદ નથી આભા ની કે તને મળું પૂનમ ની રાત્રે 
બંધ કરું છું આંખો ત્યારે તારા દર્શન થાય છે 
કોક ના િદલ ને તૃપ્િત મળે તેવું કૈક કરજો
અધર ને મળે અધર નો સ્પર્શ થાય તેવી ઈચ્છા થાય છે
નજર સામે તો તારો ચહેરો રહે છે હર પળ 
િવલંબ ના કરીશ કહેવા માં અહીં સમય નો િવલંબ થાય છે


તમારું સ્મરણ 
 
તમારી ચાહત નો એક દીવો પ્રગટાવ્યો ત્યાં 
જોત જોતા માં સઘળા દીવા પ્રજ્વિલત થઇ ઉઠ્યા
તમારી યાદ ના દીવા અજવાળા પાથરતા જાય છે
મન ની મારું ભૂમી પર ગુલાબ ખીલતા જાય છે 
તમારી યાદ નો નશો એવો રોમે રોમ માં વ્યાપી ગયો છે
સવાર હોય કે સાંજ બસ તારુ જ સ્મરણ થાય છે 
સતત લાગ્યા કરે છે તમારો સંગ તણો આભાસ
જ્યાં ફરું છું  જ્યાં વીચરું છું બસ તમારો જ આભાસ થાય છે 
આ તમારા સ્મરણ માં ભૂલાઇ  ગયો છે ઈશ્વર 
હકીમો કહે છે રોગ છે આ અસાધ્ય જીવનભર 
શું એ ક્રમ રહેશે તે આ જનમ મુજ યાદ પટલ મહી
મુજ જીવન તણી અમુલ્ય મૂડી છે તમારી યાદ
જો કોઈ લુંટી શકે ઝુંટવી શકે તો બસ તે છે તમારી યાદ્