તમારું સ્મરણ
તમારી ચાહત નો એક દીવો પ્રગટાવ્યો ત્યાં
જોત જોતા માં સઘળા દીવા પ્રજ્વિલત થઇ ઉઠ્યા
તમારી યાદ ના દીવા અજવાળા પાથરતા જાય છે
મન ની મારું ભૂમી પર ગુલાબ ખીલતા જાય છે
તમારી યાદ નો નશો એવો રોમે રોમ માં વ્યાપી ગયો છે
સવાર હોય કે સાંજ બસ તારુ જ સ્મરણ થાય છે
સતત લાગ્યા કરે છે તમારો સંગ તણો આભાસ
જ્યાં ફરું છું જ્યાં વીચરું છું બસ તમારો જ આભાસ થાય છે
આ તમારા સ્મરણ માં ભૂલાઇ ગયો છે ઈશ્વર
હકીમો કહે છે રોગ છે આ અસાધ્ય જીવનભર
શું એ ક્રમ રહેશે તે આ જનમ મુજ યાદ પટલ મહી
મુજ જીવન તણી અમુલ્ય મૂડી છે તમારી યાદ
જો કોઈ લુંટી શકે ઝુંટવી શકે તો બસ તે છે તમારી યાદ્
No comments:
Post a Comment