Powered By Blogger

Tuesday, July 19, 2011

"મૂરખ મન છોડી દે અભીમાન "
 
શાણો સમજે સાન માં મૂરખ ને શું કહીએ રે ?
ફોગટ ફૂલી ફાટ્યો દેડકો બળિદયો થઇ ને રે 
ડાહ્યો ડરશે પ્રભુ થી બોલ બોલશે તોલી
મુર્ખ અહંકારથી જીવનની કરશે  હોળી  
હીપો હાથી મગર સમા મોટા મોટા જીવ્જાન 
મગતરા સમ મારી ગયા મોટા મોટા પહેલવાન 
ત્રણ વહેંત નો વેન્તીયો શાને કરે ગુમાન  
અલ્યા ક્યારે થશે તું કાળ નો કોળીયો તને નથી રે એનું  ભાન 
ક્યાં  થી આવ્યો  ક્યાં જવાનો  એનું નથી તને ભાન 
ઓ ફુલણજી  મૂઢ  શાને રે કરે તું અભીમાન ?
શેર પર સવા શેર છે પૂછ તારા અંતર ને 
તારો કરશે કોળીયો કાલ  મૂછ તોડી નાખશે તાર 
 સૌ એક સર્જક ના સંતાન એક વૃક્ષ ના સૌ ફૂલ 
કરે તેવું પામે અંકાશે તેનું મૂલ 
માટે ચાલ ચેતી મુર્ખ છોડ તું અભીમાન 
"ચુપ " તારા અંતરમાં ઘર ધણી નું ધ્યાન 
~ ~ ~ ચુનીભાઈ પટેલ ~ ~ ~
"મોકલું છું "
વીતેલી વાતો નું સ્મરણ મોકલું છું
ને ચીઠ્ઠી માં પ્રેમ ની સુવાસ મોકલું છું 
જાણું છું તારું હૃદય વીશાળ  સાગર છે 
તેથી આનંદ માં સમાંય તેટલી વાત મોકલું છું
ઝંખ્યા કરે છે દીવસ  - રાત મારું દીલ તને 
એવો વીચારવાનો સમય મોકલું છું
તને મળવાનું  મારું સ્વપ્ન છે  
તેથી જ જાગેલી  રાતો ના ઉજાગરા મોકલું છું 
તારા ચેહરા રૂપી કાજળ છે મારી આંખોમાં
તેથી જ નીક્લેલા  આંસુની ધાર મોકલું છું  
તારા વીના  મારી હાલત તો સુકા રણ જેવી છે 
તેથી જ તે રણ માં ખીલેલે પુષ્પો મોકલું છું 
તારી યાદો ને અંકબંધ રાખેલી એક યાદ મોકલું છું 
સાથે પત્ર નો જવાબ આપે તેવી ફરીયાદ મોકલું છું 
"શૈશવ"
કોણ જાણે કેમ ?

તમને જોઈ ને આનંદ થાય છે કોણ જાણે કેમ ?
આમ તો કંઈ કેટલા મળી જાય છે મારગ માં પણ કોણ જાણે કેમ ?
તમારું આકર્ષણ થાય છે મને કોણ જાણે કેમ ?
નજર થી નજર મળે ને મુખ મલકે આપણાં કોણ જાણે કેમ ?
ને જાદુ મારા દીલ  પર થાય છે કોણ જાણે કેમ ?
જીન્દગી  ની રાહ પર આમ તો સામ - સામે મળતા રહીએ છીએ 
પણ સાથે મળીયે ને સાથે જ ચાલીયે એવું મને મન થાય છે કોણ જાણે કેમ ?
કોણ જાણે કેમ ?
 
તમને જોઈ ને આનંદ થાય છે કોણ જાણે કેમ ?
આમ તો કંઈ કેટલા મળી જાય છે મારગ માં પણ કોણ જાણે કેમ ?
તમારું આકર્ષણ થાય છે મને કોણ જાણે કેમ ?
નજર થી નજર મળે ને મુખ મલકે આપણાં કોણ જાણે કેમ ?
ને જાદુ મારા દીલ  પર થાય છે કોણ જાણે કેમ ?
જીન્દગી  ની રાહ પર આમ તો સામ - સામે મળતા રહીએ છીએ 
પણ સાથે મળીયે ને સાથે જ ચાલીયે એવું મને મન થાય છે કોણ જાણે કેમ ?
"રોકનાર કોઈ નથી"

મંદીરે  જતા ભક્તો ને રોકનાર કોઈ નથી 
દીવા પર બળી જતા  પતંગીયાઓ ને રોકનાર કોઈ નથી
આસમાન  માં જતા સૂર્જ ને રોકનાર કોઈ નથી 
ફૂલો  પર ભમતા  ભમરાઓ  ને રોકનાર કોઈ નથી 
મજનું  ને મળવા જતી લૈલા ને રોકનાર  કોઈ નથી 
સાગર ને મળવા જતી સરીતા  ને રોકનાર કોઈ નથી 
મેરુ ને મળવા જતી માલણ ને રોકનાર કોઈ નથી 
પારસ ને મળવા જતી પદમણી ને રોકનાર કોઈ નથી 
પ્રેમીઓ ને મળવા જતી પ્રેમીઓ ને રોકનાર કોઈ નથી
ને "અર્થ વગર" ની કવીતા લખનાર "રાધીકા" ને રોકનાર કોઈ નથી