Powered By Blogger

Tuesday, July 19, 2011

"મૂરખ મન છોડી દે અભીમાન "
 
શાણો સમજે સાન માં મૂરખ ને શું કહીએ રે ?
ફોગટ ફૂલી ફાટ્યો દેડકો બળિદયો થઇ ને રે 
ડાહ્યો ડરશે પ્રભુ થી બોલ બોલશે તોલી
મુર્ખ અહંકારથી જીવનની કરશે  હોળી  
હીપો હાથી મગર સમા મોટા મોટા જીવ્જાન 
મગતરા સમ મારી ગયા મોટા મોટા પહેલવાન 
ત્રણ વહેંત નો વેન્તીયો શાને કરે ગુમાન  
અલ્યા ક્યારે થશે તું કાળ નો કોળીયો તને નથી રે એનું  ભાન 
ક્યાં  થી આવ્યો  ક્યાં જવાનો  એનું નથી તને ભાન 
ઓ ફુલણજી  મૂઢ  શાને રે કરે તું અભીમાન ?
શેર પર સવા શેર છે પૂછ તારા અંતર ને 
તારો કરશે કોળીયો કાલ  મૂછ તોડી નાખશે તાર 
 સૌ એક સર્જક ના સંતાન એક વૃક્ષ ના સૌ ફૂલ 
કરે તેવું પામે અંકાશે તેનું મૂલ 
માટે ચાલ ચેતી મુર્ખ છોડ તું અભીમાન 
"ચુપ " તારા અંતરમાં ઘર ધણી નું ધ્યાન 
~ ~ ~ ચુનીભાઈ પટેલ ~ ~ ~

No comments: