Powered By Blogger

Saturday, July 19, 2014

વૃદ્ધા નો પ્રણય ત્રિકોણ



મંછા દોશી છીકણી સુંઘે નાક પર નજરું કરે
ડાહ્યો .... ગંગા ની વાતે વળગે ને મંછા નો જીવ બળે
ડાહ્યો ડફોળ.. "લવ ના સમજે ને બીજી - બીજી વાતો કરે
મંછા દોશી ની મીઠી નજરું ડાહ્ય આસપાસ ફરે
ડાહ્યો ડોસલો ગંગા ને આંગણે ધીમા - ધીઅમાં કદમ ભરે
લેંગાના ખીસા ફંફોળી ને , ડાહ્યો ગંગા ને જાળું ઘરે
બેસજો ડોસલા કહી ગંગડી ડાહ્ય ને ખાટલો ઘરે
મંછા દોશી વહુ ને ભાંડે ને મુખ ગંગા સામે કરે
મંછા એ કીધું ડાહ્ય ને શું ઋત્વિક થઇ ને ફરે ?
કોક દાહ્ડો તો બેસ ને રોયા શું ખોટા મુકામે મરે
બોલ્યો ડાહ્યો મંછી , તું રૂપ માં સાવ ખોટી ઠરે
તુંન તુંન  જેવી છે તું, ડાહ્યો ખોટા કદમ ન ભરે
મેરે મુઆ દિલ દીધું તને , શું ખોટા બાહના ઘરે 
સમજી જ તું સારું ડોસા તારા પર નજરું ઠરે
મજનું ડાહ્યો લાકડી ટેકે ચશ્માં કાને ઘરે
લૈલા ગંગા માળા ફેરવતી સ્મિત ડાહ્યા ને ઘરે
મંછા દોશી છીકણી સુંઘે નાક પર નજરું કરે
ડાહ્યો .... ગંગા ની વાતે વળગે ને મંછા નો જીવ બળે