Powered By Blogger

Saturday, September 10, 2011

ક્યાં સુંધી ?


જુઠના આ દ્રશ્ય ચાલે ક્યાં સુંધી ?
સાચ નો પડદો પડે ન ત્યાં સુંધી
આયનાઓ સાથ આપે ક્યાં સુંધી ?
ઘટ્ટ અંધારું ઢળે ના ત્યાં સુંધી
શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુંધી ?
મૌન ના મુકે મલાજો ત્યાં સુંધી
તો તમારો સાથ  - બોલો ક્યાં સુંધી ?
ભુલા પડવાનું ભાન આવે ત્યાં સુંધી
ખોજ બીજાની કરીશું ક્યાં સુંધી ?
આપણે ખોવાઈએ ત્યાં સુંધી

કવી - જયંત પાઠક

એ આવશે



એ આવશે અંતર નો અવાજ થઇ
કે  તોપ્ ગોળો થઇ ને ધન ધન તો
એ આપશે સ્વર્ગ તણું સુખાસન
કે વેદનાના નર્કાગ્નીઓ બધા
એ સર્વ એના વરદાન મંગલ
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ

કવી સુન્દરમ