Powered By Blogger

Wednesday, February 16, 2011

તમારો પણ એક ફોટો રાખજો 

બેસણામાં કોણ મરી ગયું ? બબલદાસ ? 
બહુ ભલા હતા , ક્યારે બેસણું છે ?
એક સફેદ ઝભો , સફેદ લેંગો જુદો રાખજો
બેસણામાં જવા માટે યુનીફોર્મ ...!
જુઓ બધા ના ઉદાસ ચેહરા , ગમગીન
કોક બોલ્યું ... કેમ કરી ને મરી ગયા ?
સવારે ચાહ પીધી ... એક રોટલી ખાધી
વાતો કરી ને પાંચ મીનીટ માં ખલાસ
બસ એક જ ટેપ જે આવે તે સાંભળે
બેસણામાં તો જવું પડે, હાથ જોડો ફોટા ને
બે ફૂલ ચઢાવો , માથું નમાવો
બસ થઇ ગયું બેસણું , ઓળખાણ છે જવું પડે
સમય ૧૨ થી ૨ કોને સમય છે  ? 
જી આવ્યા બેસણામાં ?
"તમારોય " એક ફોટો રાખી મુકજો 
કોને ખબર ક્યારે શું થાય ?

~~~ અમૃતલાલ ભાવસાર ~~~
( ગુજરાત સમાચાર )

Sunday, February 13, 2011

પ્રેમ એટલે શું ?
 
રંગીન પરણ્ય નો અજીબ દાસ્તાન છે પ્રેમ 
પણ સમજો એટલો હજુ નાદાન છે આ પ્રેમ 
પ્યાર એ કોમલ ફૂલ છે પ્યાર એ લલાટ નો શણગાર  છે 
નશીબ ની સર્જાયેલ એક વીધી નો લેખ છે પ્રેમ
સમજે જે નેહ ને એનો જુનો કેએલ છે પ્રેમ 
પ્રેમ શુદ્ધતા નું પ્રતીક  છે સવીતા  નો આભાસ છે
જીવ - શિવ નો નીવાસ  છે નજરો થી ભાષા નો સુ સ્પષ્ટ એહવાલ છે
તેથીજ તો હવે અંધ કહેવાય છે પ્રેમ
પ્રેમ જીવન ની સ્વીકૃતી છે
બહુ સરળ છતાં આકરી કસોટી છે
બેહ્તેરીન ખુમારી નો અદ્ભુત જાદુ છે પ્રેમ 
નાજુક સંબંધો નો એક મજબુત બંધન છે પ્રેમ 

બોલ - અબોલ 

અમે બી કદી બોલ્યા નહી 
તમે બી ક્યાં કદી  બોલ્યા છો ?
પત્ર પર્બીડીયે બીડ્યા નહી 
કમળ મન ના કદી ખોલયા નહી 
એકલી આંખ બે બોલતી રહી 
એ અર્થ આપ સમજ્યા નહી
આવ - જા ઈશારા ની થતી રહી 
વરસો વહ્યા વાત અબોલી રહી 
રોજ - રોજ મળતા અહીં ને તહી 
તો એ એક મેક ને મળ્યા નહી 
તું કહે - તું કહે કહી તડપતા રહ્યા 
વાત મનની આમ મન માં ને મનમાંજ રહી
સમજ - સમજ માં સમજ અધુરી રહી
ને રોમે - રોમ  પાન ખર ફૂટી રહી
વણ  કહી કથની અનકહી રહી 
આયખું પૂરું ને વાત અધુરી રહી 
આવકાર્યા આપ ને આવજો કહી 
િવરમી ભેળાં થાશું કહી ન કહી
આશા અમર સદા રાકવી નહી
રાધીકા ની કહી કથા વ્યથા અહીં
વાત તમે મર્મ ની સમજ્યા નહી
અમે બી કદી બોલ્યા નહી 
તમે બી ક્યાં કદી  બોલ્યા છો ?