Powered By Blogger

Wednesday, October 26, 2011

તે કરે છે મને પ્રેમ 

યાદ કરે છે તે મને 
કેમ કે તે મને પ્રેમ કરે છે 
અશ્રુ વહી જાય છે નયનોમાંથી 
કેમ કે તે મને પ્રેમ કરે છે 
સજે છે સાજ નીત નવા
કેમ કે તે મેને પ્રેમ કરે છે 
નીકળે છે તે ઘર ની બહાર મને જોવા 
કેમ કે તે મને પ્રેમ કરે છે 
કદમ ઉઠે છે સદા તેના મારી તરફ 
કેમ કે તે મને પ્રેમ કરે છે 
હાથ માં હાથ લઇ ચાલે મારો સદા 
કેમ કે તે મને પ્રેમ કરે છે 
"શૈશવ"
 
રાહ જોઈ રહી છું 

પ્રથમ વખતે જયારે જોયા ત્યાર થતી જી દીલ દઈ બેઠી છું
ભૂલી ગઈ છું બધું જ ને તમનેજ પ્રીય્ત્મ માની બેઠી છું 
ભગવાન ને યાદ કરવા હતા પરંતુ તમને યાદ કરી બેઠી છું 
મીત્રો કહે છે કે તમે મારા થી બહુ જ દુર છો 
છતાંય તમને મારા હૃદય માં સમાવી બેઠી છું 
તમારા માટે ઘણું બધું કરવા તૈયાર છું તેથીજ તો તમારી સાથે 
જીંદગી ની નવી શરૂઆત કરવા તૈયાર બેઠી છે 
તું આવી છે 

પગમાં રુમઝુમ ઝ્ણકતા ઝાંઝર પહેરી ને તું આવી છે 
મારા સુકાયેલા હોઠ પર એક અજળ અનેરું સ્મીત તું લાવી છે 
તારા જવાથી બાગ ના ફૂલો કરમાઈ ગયા હતા 
એજ પુષ્પો પર તું ફોર્મ બની ને આવી છે 
તારા આવવાથી આ શહેર ઝળહળી ઉઠ્યું છે 
ને પ્રેમ નો મધુર સંદશો તું લાવી છે 
કેટ-કેટલાય યુંગોથી મેં વાટ જોઈ હતી તારી 
હવે લાંબો ઇન્તેઝાર કરી 
મારી જીવન સાથી બનવા તું આવી છે  
< શૈશવ > 
"નજર"
ફૂલોની સુવાસમાં
ચંદ્રની ચાંદનીમાં
આકાશની રોશ્નીમાં
સાગર ની લેહ્રોમાં
ઘુઘ્વતા વહેણમાં
કોતરોની ખીણમાં
પર્વત પરની વનરાજીમાં
પ્રભાત ના પહેંલા કીરણમાં
પાંદડા ની ઝાકળમાં
ધુમ્રસેરની ઝાળમાં
મંદીરના ઘંટારવમાં
ધૂપની ધુમ્રસેરમાં
દીપની જ્યોતમાં
ઈશ્વરની આકૃતીમાં
 શોધે તમને મારી "નજર"


Sunday, October 9, 2011



 દેખાય છે
કરે પ્રાથના દુિનયા તારી એમાંય સ્વાર્થ દેખાય છે 
કરે િપતા પુત્ર ને પ્રેમ અમેય બુઢાપો દેખાય છે 
કહે વાત કૃષ્ણ ગીતાની એમાંય કપટ દેખાય છે
કરે ભક્િત સંતો એમાંય સ્વાર્થ દેખાય છે 
કરે સેવા શીષ્ય ગુરુ ની એમાંય ગાદી દેખાય છે 
કરે મંિદર ના ચણતર ઘણા એમાંય પ્રિસિધ દેખાય છે 
સ્વાર્થ ભરી આ દુનિનયા માં ઈશ્વર રડતો દેખાય છે 
જોઈ ને મારી આંખ થાકી ત્યારે બસ આટલું લખાય છે