Powered By Blogger

Sunday, May 16, 2010


"ગઝલ"
 
મારે ગઝલ લખવી છે તારા નામ ની
પણ શબ્દો કઈ દુિનયામાં થી મળશે
પુષ્પ ની મહેક સવાર ખીલે તો
રાત ના અંધકારે કરમાય
તારા ની ચમક રાત્રે ચમકે
ને અલોપ થાય સવાર ની તાજગી માં
સુરજ ની રોશની સવારે નીકળે
ને સાંજે સમાય રાત ની બાંહો માં
નદી ની મધુરતા તરસ છીપાવે
ને સાગર ને મળતા જ ખારાશ બની જાય
પ્રેમ નાં મળ્યા છે અઢી શબ્દો
જો "તું" સમજે તો મારી ગઝલ બની જાય

1 comment:

$hy@m-શૂન્યમનસ્ક said...

સારો પ્રયાસ છે રાધિકા
ગઝલ માટે શબ્દો સરસ મઠાર્યા છે એને છંદ માં લાવી દો આપ ખુબ જ સરસ ગઝલ લખી શકશો