તુ બહુ ગમે છે
ચાંદ જેવો તેજસ્વી તારો એ ચહેરો
મખમલ જેવા તારા મુલાયમ વાળ
નયન તો તારા છે એવા સુંદર કે
મન કહે ટગર ટગર તને જોયા કરું
તારી એ સુંદર ચાલ હજુ હું ભૂલી નથી શકતો
જ્યાં પણ જોઉં છું ત્યાં તું જ મને દેખાય છે
કારણ ચહેરો તારો છવાયો છે મારા મનમાં
તારા પ્રેમ માં તો એવો પાગલ છું કે
વરસાદ ની એક બુંદ જયારે તારા સ્પરશે છે તારા તન ને
ત્યારે તેની પણ ઈર્ષા થાય છે આ મારા મન ને
શૈશવ
1 comment:
સરસ રચના લખવા નો પ્રયાસ છે
કીપ ઇટ અપ સુંદર શબ્દો ...
Post a Comment