"ઓહ વરસાદ"
મને ઈન્તેજાર હતો મારા પ્રિયતમ નો
ત્યાં ઓહ વરસાદ તું ક્યાંથી આવ્યો
િદલ નાં ધબકાર ની જરૂરત હતી
ત્યાં તું વીજળી નાં ચમકારા લાવ્યો
લાગણી ઓ થી આ જે હું ભીંજાવા બેસી
ને ત્યાં તું પાણી લઇ ને ભીંજવવા આવ્યો
જુદાપણું કઈ નથી પ્રિયતમ થી
તોયે તું જુદી લંબાવવા આવ્યો
જુદી એક એવી કડવી ચીજ છે
એ શું તું આજે સમજાવવા આવ્યો
માનવી હોવું એ શું ભાગ્ય છે
એ શું તું આજે સમજાવવા આવ્યો
કે પછી પીયુ મારી સાથે પ્રતીક્ષા કરી
તું પુન પ્રેમ ની મજા માનવા આવ્યો
સર - સર સરકતા તારા સ્નેઃ ની જરૂર છે મારે
ત્યાં તારી ઠંડક થી દઝાડવા મને આવ્યો
માફ કરી શકે રાિધકા તને એક જ વાતે
શું તું સાથે શૈશવ નો સંદેશો લાવ્યો
શૈશવ ની સાથે મારે પણ તરબોળ થવું છે
પુન ઓહ વરસાદ તું આજે બહુ અધીરો થઇ ને આવ્યો
No comments:
Post a Comment