"તમે"
પ્રેમ તણાં વીશાળ સાગર છો તમે
પ્હેલા વરસાદ ની મીઠી સૌરભ છો તમે
છબી મહી રાધા નું સૌમ્ય સ્મીત છો તમે
ઉગતા સુરજ નું અનુપમ સૌન્દર્ય છો તમે
ગુલાબ મહી પંખુડીઓ ની નાજુકતા છો તમે
વેહલી સવાર ના પંખીઓ નું ગુંજન છો તમે
સપ્ત સુરો ની સુમધુર સુરાવલી છો તમે
લજામણી ની કોમલ લાજકતા છો તમે
શશી ની શીતળતા ની ઝલક છો તમે
સાંજ મહી સાગર કીનારા ની શોભા છો તમે
નીલામ્બર ના વીશાળતા નું નજરાણું છો તમે
મેઘ ધનુષી રંગો નું સુગમ પ્રતીક છો તમે
શીતલ મંદ સમીર ની લહેર છો તમે
પૂનમ મહી ચાંદ ની તેજસ્વી પ્રતીભા છો તમે
આભ માં ઉડતા પંખીઓ નું મધુર કલરવ છો તમે
ચાતક મહી વર્ષા ની મીઠી પ્યાસ છો તમે
સદ્ય ખળ-ખળ વેહતી સરીતા છો તમે
પરોઢ ના ખીલતા પુષ્પ ની સુવાસ છો તમે
િનશા ના ટમ-ટમ તા તારા બની ચાંદની છો તમે
રૂપ, સુંદરતા નું અપ્રિતમ લાવણ્ય છો તમે
િદલ માં અવિરત ધક-ધક કરતી ધડકન છો તમે
રોમે-રોમ માં વેહતા રુધિર નો પ્રવાહ છો તમે
સપનાઓ માં વસ્તી સ્વપ્ન પરી છો તમે
શૈશવ તણા મન ની રાધીકા છો તમે
પ્રીત ની મનોહર છબી છો તમે
કોઈ શાયર ની મધુર કડી છો તમે
સદગુણ, સુંદરતા સંસ્કારો નો સુરેખ સંગમ છો તમે
ઈશ્વર નું અપ્રતિમ અલભ્ય દર્શન છો તમે
શીશાવ તણી કલ્પનાની કિવતા છો તમે
ઈશ્વર બી ફુરસદ ની અદિવતીય રચના છો તમે
કામણગારું ૮મુ અચરજ છો તમે