Powered By Blogger

Sunday, July 4, 2010

 "યાદ "
 
સમય તો રેત ની જેમ વહી  ગયો 
 
પણ િદલ માં રહી ગઈ છે તારી યાદ 
 
ક્યારેક એકલું પડતાજ 
 
િદલ કરે છે એ મધુર પલ યાદ 
 
વસંત ની એ કળીઓ ની મહેક 
 
હજુ પણ મારા મન ને મેહ્કાવે યાદ
 
તારી સાથે િવતાવેલી પળો 
 
ક્યારેક યાદ કરાવે છે યાદ
 
તારા એ હસ્ત સ્પર્ષ  ને 
 
હજુ પણ સ્પ્ર્શાવે છે યાદ 
 
તારી એ નજરું નો રંગ 
 
ક્યારેક નીરાશામા રોવડાવે છ યાદ 
 
તારી એ યાદો ના સહારે જ જીવું છું 
 
મારી જીવીકા નો સહારો છ  યાદ 
 
પણ ફરી ફરી ન શૈશવ થી છે એક જ ફિરયાદ
 
કે ક્યારેક આ િદલ ને ખુબ રડાવે છે તારી યાદ 

"તું જરૂર આવજે "
 
જયારે - જયારે મારી યાદ આવે
 
તું જરૂર આવજે 
 
મારી રગે રગ મા તારી ચાહત નું ખૂન વહે 
 
મારા દિલ ના તાર તારા દિલ ના તાર સાથે ઝન ઝણે 
 
જયારે મારી યાદ આવે .... 
 
મને નફરત ની નજર થી 
 
કોઈ આ પ્રેમ ગલી માં ભૂલા ના પડે 
 
જ્્યારે જ્્યારે....
 
મારા અરમાનો ના ખૂન કર્યા પછી 
 
મારી કબર ફૂલ ચઢાવવા તો તું જરૂર આવજે 
 
આખરે ઓ "િનર્દય" મારા અસ્થી ને તારા 
 
ચરણ રાજ સાથે ભેળવવા તું જરૂર આવજે 

"દાદા ની વાહલી દીકરી"
 
વાય છે વાયરો મધુર ફરફર 
 
સમય ક્યાં વીતી જાય છે ઝટપટ
 
બહાર ઓટલે બેઠા છે દાદી ને દીકરી નટખટ 
 
ને સાથે છે દાદી  - દાદા ની મીઠી રમતો ની રમઝટ
 
દઈ હાથ તાલી ભાગી જાય છે દીકરી ઝટપટ
  
વરસાદ કેરી ભીની માટી માં થઈ  તે તો લતપત
 
દોડી આવી  તે કહે દાદી છોડો બધી ગપસપ 
 
જોતી હતી આ અનોખા પ્રેમ ને હું ચુપચાપ
 
ક્યાં વીતી ગયું  આવું સરસ બાળપણ ઝટપટ
 
જોઈ આવું સુંદર દ્રશ્ય, વહી જાય આંસુ ટપટપ
 
કેમ સારી જાય આવો સમય ફટફટ
  
હાથ માં થી સર સર વહી ગઈ 
 
પણ હતી દાદા ની વાહલી દીકરી નટખટ

"તારી યાદ આવે"
 
કંચન સરખા તારા કેશ યાદ આવે
 
નરમ નાજુક તારા હોઠ યાદ આવે
 
કોયલ જેવા મીઠા તારા વેણ યાદ આવે
 
નમણા ને નયન તારા નેણ યાદ આવે
 
તારી આંખો નાં સીહરા યાદ આવે
 
તારા ઝાંઝર નો રણકાર યાદ આવે
 
તારી ચૂડી નો રણકાર યાદ આવે
 
ખીલતા જોબન નો રંગ યાદ આવે 
 
"શૈશવ" ને બસ રાિધકા જ યાદ આવે
 
"શૈવ"