Powered By Blogger

Sunday, July 4, 2010

"દાદા ની વાહલી દીકરી"
 
વાય છે વાયરો મધુર ફરફર 
 
સમય ક્યાં વીતી જાય છે ઝટપટ
 
બહાર ઓટલે બેઠા છે દાદી ને દીકરી નટખટ 
 
ને સાથે છે દાદી  - દાદા ની મીઠી રમતો ની રમઝટ
 
દઈ હાથ તાલી ભાગી જાય છે દીકરી ઝટપટ
  
વરસાદ કેરી ભીની માટી માં થઈ  તે તો લતપત
 
દોડી આવી  તે કહે દાદી છોડો બધી ગપસપ 
 
જોતી હતી આ અનોખા પ્રેમ ને હું ચુપચાપ
 
ક્યાં વીતી ગયું  આવું સરસ બાળપણ ઝટપટ
 
જોઈ આવું સુંદર દ્રશ્ય, વહી જાય આંસુ ટપટપ
 
કેમ સારી જાય આવો સમય ફટફટ
  
હાથ માં થી સર સર વહી ગઈ 
 
પણ હતી દાદા ની વાહલી દીકરી નટખટ

No comments: