નથી હોતા
સજ્જનો ના ક્યારેય ક્યાંય સંમેલનો નથી યોજાતા
દુર્જનોના દરબાર ક્યારેય ખાલી નથી જતા
જીવન સાગર મહીં હું તો તરતી રહી
તે ચાત આજે મને કિનારા નથી દેખાતા
ઝડપ થી જગતમાં દોડી રહ્યા એક બીજા ની હોડ માં
મુજ સંગાથે કોઈ ચાલનારા હોતા નથી
હોય ભલે આજે જેની પે દોમ -દોમ સાય્હેબી
કોઈ ના પણ એક દિવસ સરખા નથી જતા
ભ્રમ થાકી ભ્રમણા રૂપી ભૂત ની કલ્પના કરી
કેહે છે એજ લોકો ભૂત ના પડછાયા નથી હોતા
નામ ધરી નેતાઓ કરે ભલે ગરીબો ની વાતો
ગરીબો પ્રત્યે કદી પ્રેમ નથી હોતા
સમાજ છે , ચાત સમજે નહિ તે મહા સ્વાર્થી
લાખ પ્રયત્નો કરે ચાત કાયમી શાસન કોઈ ના નથી ટકતા
સમાજ ના ભિન્ન - ભિન્ન રીતી રીવાજો માં નથી લાવી શક્ય એકતા
સમાન સિવિલ કોડ લાગુ કરવાનો હટાગ્રહ નથી છોડતા
વિશ્વમાંથી આંતર રાષ્ટ્રીય ગુનેગારો પકડી લાવનારી સરકાર
બંધ માં આચરેલ સ્થાનીય ગુનેગરોય નથી પકડાતા
જિંદગી ની ફિલસુફી સમજવા સાત અવતાર ઓછા પડે
વિરલા કુવા ઉલેચી શકે, સાગર ના શકે ઉલેચી
જોઈ ભલે જાણી લીધું , માં ને વિશ્વ ના વ્યવહાર ને
"શૈશવ" ખરેખર કઈ એ બધા જાણકાર નથી હોતા
No comments:
Post a Comment