Powered By Blogger

Saturday, November 16, 2013

દિલ માં ઉઠે ઉમંગ 


દિલ માં ઉઠે ઉમંગ , શોધે બધે નજર 
પ્રશ્ન કરે છે મન ક્યાં હશે સાવન 
મન મારું તુજ ને શોધે ભટકે હરદમ 
તારા વિના જીવન જાણે ચન્દ્ર વિના ગગન 
જેમ જળ વિના તડપે મીન પ્યાસી 
બસ એવુંજ ભટકતું મારું મન 
તુજ વિના જીવન મારું લેહરો વિનાનો સાગર 
પ્રેમ તરસ્યું મન મારું થયું ઘાયલ 
તારા વિના લાગે એવું જાણે ઘુનગરૂ વીનાની પાયલ 

-વિપુલ દવે 
બે બસી 


તારા પ્રેમ માં જીવી ના શકી 
તારા ગમ માં મારી ના શકી 
તારી પાસે રહી ના શકી 
તારા થી દુર ના જઈ શકી 
તારી સાથે બોલી ના શકી 
તારા થી અબોલ રહી ના શકી 
મળ્યો છે જ્યારથી તું 
તારી જુદી એક પળ સહી ના શકી 
જીવન જીવી રહી છુ તારું નામ લઇ 
જીવન તારે નામ કરી ના શકી 



દિલ ની સગાઇ 


ઘણા વખત પાછી આજે મુલાકાત થઇ 
દિલ માં ખુશી ની લહેર આવી ગઈ 
જે વાતો તને કેહવા આજે વિચારી રાખેલી 
એજ વાતો તને જોતા મુખ પર આવી ગઈ 
ચૂમી લઉં હોઠ આજે  પ્રેમથી એમના 
એવી દીલ ની ફરમાઇશ થઇ ગઈ 
સાંભળી મારા દિલ ની આજે પ્રેમ ભરી વાત 
એમની પણ ઈચ્છા હોઠ પર આજે આવી ગઈ 
આપ્યા મારા હાથ આજે તેમના હાથ માં  
કહ્યું દિલ ની દિલથી સગાઇ થઇ ગઈ 

Saturday, January 5, 2013

"સત્ય"

ઘણા છે મિત્રો સુદામા જેવા ક્યાં છે ?
સુંદર છે પત્ની પણ એમાં સીતા જેવા ગુણ ક્યાં છે ?
ઘણા છે ભાઈઓ પણ લક્ષ્મણ જવા ક્યાં છે ?
ઘણી છે માતાઓ પણ યશોદા જેવી ક્યાં છે ?
ઘણા છે દાનવીરો પણ કારણ જેવો દાનવીર ક્યાં છે ?
ઘણા છે ધર્મવિરો પણ યુધિષ્ઠિર જેવા ધર્મ વિર ક્યાં છે ?
ઘણા છે ભક્તો પણ હનુમાન જેવા ક્યાં છે ?

અજ્ઞાત-


" બની પણ જાય "

નજર છે મળી પણ જાય 
હૃદય છે કોઈ દિ તૂટી પણ જાય 
કોલેજે હાલતું ચાલતું હોય 
પણ રસ્તે નિસ્તેજ બની જાય 
માનવી છે બેવફા પણ થાય 
થથર પણ પ્રભુ બની જાય 
એવું નથી કે દરેક વ્યક્તિ હસે 
કોઈ નું કદીર રડી પણ જાય 
ભલે આજે મારગ માં વાગે ઠોકર 
કાલે ભગવાન પણ બની જાય 
તમારી નજર માં તો કઈ નથી 
કદાચ કવિતા મહાન બની જાય 

" પાગલ દીલ "

શું હશે તમારા દિલ માં એ જાણી શક્તિ નથી 
બેઠી છુ પ્રેમ ની રાહ માં 
પણ તમને પામી શક્તિ નથી 
તમારી સાથે તો મારે પડછાયો બની ને રેહવું છે 
પરંતુ તમારી જુદાઈ સહન થઇ શક્તિ નથી 
આંખો બંધ કરી ને માત્ર તમને જ નિહાળું છુ 
તમે વસો છો દિલ માં પણ તમને બતાવી શક્તિ નથી 
પ્રેમિકા છુ પાગલ બની તમને જ ચાહું છુ 
દિલ તમારું પામવા માંગું છુ 
પણ મજબુરી છે મારી જે તમને કહી શક્તિ નથી 


" તડપ "

તડપતી તમારી યાદ માં એકલતા માં ખુબ રોતી હતી 
નહોતો કરવો પ્રેમ તો શા માટે જોતા હતા 
હું એ ને પ્રેમ સમજી બેઠી હતી તમે પ્રેમ થી જોતા હતા ને 
તમે પણ મને જોઈ ને પરેમ થી હસતા હતા 
ત્યાર પછી જોઈ આડું અવળી સમીપ મારી ખસતા હતા 
પરીક્ષા તમે પણ કરશો તેમ કેહતા હતા 
રહી તમારી યાદ માં નાપાસ અમે થતા હતા 
જોયા મેં જે સપના બહુ સપના જોયા 
આંખ બંધ કરું ત્યરે સપનમાં તમેજ રેહતા 
આવતા જોઈ તમને સખીઓ પણ તી હતી 
અંત જોઈ ને પ્રેમ નો મારા પંખો પણ રોતા હતા 
જીવન અમે તમને સમજી પ્રાણ પણ દેવા તૈયાર હતા 
અમે અમારા પ્રાણ ની નહિ તમને સદા ઝંખતા હતા 




" દિલ ની વ્યથા "

ચાહું છુ કેટલાય સમયથી તને 
પણ તમે મને સમજી શકતા નથી 
હર ઘડી નીઈહાળવા આપ ને દિલ છે બેતાબ 
પણ તમે મારી વેદના સમજી શકતા નથી 
ઘણા સમય પાચ પણ મેં ના મળો ત્યારે 
મનમાં થાય છે કે ઝઘડો કરીશ તારા થી 
પણ જયારે તમારું હસતું મુખારવિંદ દેખાયે છે ત્યારે 
સઘળું બરફ ની જેમ ઓગળી જાય છે 
દિલ થોડી વાર માટે ખુશ થઇ જાય છે 
પણ મારી મનની મુંઝવણ તમે સમજતા નથી 
હું મારા દિલ ની વાત તમને જણાવી નથી શક્તિ 
રાહ જોઉં છુ એક દિવસ આવશો મારી પાસે 
પણ ઈશારો તમે સમજી શકતા નથી 
દુખી છુ પણ ભૂલી શક્તિ નથી 
મને કદાચ વાંચીને મારા દિલ ની વાત પહોંચશે ત્યરે
આશા છે વાંચી ને તમે પહોંચશો મારી પાસે  
" પ્રીત "

યાદ કરું છુ હું હર ઘડી તમને
ક્યારેક તો સ્વપ્નમાં આવો
યાદો થી જ મન માં સજાવી લઉં છુ હું તમને 
ક્યારેક તો હ્કીક્ત માં આવો 
તમારા પ્રત્યેની લાગણી ને હું રોકી શક્તિ નથી 
એ લાગણી ની કદર તો સાલશે 
તમારા પ્રત્યેની પ્રીત હે 
તે પ્રીત ને કોઈ નામ આપવા તો આવો 
તમારા વગર જીવન રેહવાનું અશક્ય બનતું જાય છે 
વેળા ને શક્ય બનવાવા માટે તો આવો